VIDEO: ગુજરાતમાં હજી વરસાદનું જોર યથાવત્, જાણો હવામાન વિભાગે શું કહ્યું?
VIDEO: ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા આગામી 3 દિવસ વરસાદનું જોર
VIDEO: ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા આગામી 3 દિવસ વરસાદનું જોર રહેવાનું છે. જેથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ સુધી જાહેર કરવામાં આવ્યું છે. આગામી 3 દિવસ નવસારી, વલસાડ. ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ ગાંધીનગર સહિત પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય પોર્ટ ઉપર LC 3નું સિગ્નલ જાહેર કરાયું છે.




