VIDEO: Cyclone Shaktiને લીધે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
VIDEO: 'શક્તિ' ચક્રવાત અત્યારે અરબ સાગર પર ઝળુંબિયું રહ્યું છે, ત્યારે ગુજરાતમાં આ
VIDEO: 'શક્તિ' ચક્રવાત અત્યારે અરબ સાગર પર ઝળુંબિયું રહ્યું છે, ત્યારે ગુજરાતમાં આની અસર આગામી સમયમાં જોવા મળશે. જેને લઈ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત આજથી 5 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા પણ દર્શાવી છે. અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું ત્રણ કલાકની પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જેના પગલે દરિયા કિનારે ભારે પવન ફુંકાવાની શક્યતા છે. જેથી માછીમારોને દરિયાો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્ય પર હાલ દરિયામાં ઉદભવેલું ચક્રવાત 'શક્તિ' ની અસર જોવા મળી રહી છે. શક્તિ વાવાઝોડાને લીધે 3 કલાકની પ્રતિ સ્પીડથી આગળ વધી રહ્યું છે. જો કે, આવતીકાલ બાદ શક્તિ વાવાઝોડું ધીમું પડશે. આ વાવાઝોડાને લીધે ગુજરાતના દરિયા કિનારે LCS 3 ઉત્તરમાં અને DW2 દક્ષિણ ગુજરાતના દરિયા માટે સિગ્નલ જાહેર કરવામાં આવ્યા છે. હાલ શક્તિ વાવાઝોડું ઓમાનથી 220 કિમી દૂર છે. જે પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ ધપી રહ્યું છે. આ ચક્રવાતને લીધે અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી છે.




