મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના કામરેજના 'શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન'માં દરોડા, આશ્રમના ગુરુ પ્રદીપજીની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતના કામરેજમાં આવેલા ‘શ્રી સ

તસવીર: GSTV

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતના કામરેજમાં આવેલા ‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન’ના આશ્રમમાં દરોડો પાડી નકલી નોટોનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. આશ્રમની આડમાં ચાલતા આ ગોરખધંધામાં પોલીસે આશ્રમના ગુરુ પ્રદીપજીની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન નકલી નોટો છાપવાના મશીનો, સાધનો અને અનેક શંકાસ્પદ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. બે કરોડની નકલી નોટોના આ કેસમાં હવે પોલીસ આશ્રમના અન્ય કનેક્શનની ઊંડી તપાસ કરી રહી છે.

પોલીસે આશ્રમના ગુરુ પ્રદીપજીની ધરપકડ કરી 

બાતમીના આધારે અમદાવાદમાં સુરતથી આવતી સત્યમ યોગ ફાઉન્ડેશન લખેલી એક શંકાસ્પદ લક્ઝરી કારને અમરાઈવાડી વિસ્તારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતરવામાં આવી હતી. જેમાંથી 2.90 કરોડની નકલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ પોલીસ તપાસથી બચવા માટે ભારત સરકાર અને આયુષ મંત્રાલયના નામનો દુરુપયોગ કરી સરકારી ગાડી હોવાનો ઢોંગ કરી રહ્યા હતા. આ કેસમાં સુરતની એક મહિલા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે.

આ સમાચાર શેર કરો