મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જળયાત્રા માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

અમદાવાદમાં આગામી ૨૯ જૂનના રોજ યોજાનારી ભવ્ય જળયાત્રાને લઈને તંત્ર અત્યારથી જ કામે

અમદાવાદમાં આગામી ૨૯ જૂનના રોજ યોજાનારી ભવ્ય જળયાત્રાને લઈને તંત્ર અત્યારથી જ કામે લાગ્યું છે. જળયાત્રા માટે સાબરમતી નદીને પાણીથી ભરવા માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રવિવારે ૫૦૦ ક્યુસેક અને આજે ૧,૦૪૮ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ કામગીરીની સમીક્ષા કરવા માટે મેયર, શાસક પક્ષના નેતા અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ વાસણા બેરેજની મુલાકાત લીધી હતી, જેમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમીશાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા કેનાલમાંથી પાણી ધીમે-ધીમે સાબરમતીમાં આવી રહ્યું છે. આગામી બે દિવસમાં સાબરમતી નદી સંપૂર્ણપણે ભરાઈ જાય તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો