VIDEO : ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં તૈયારીઓ
અમદાવાદમાં આગામી ૨૯ જૂનના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા યોજાનાર છે, જેના પગલે ભગવાનના મોસાળ

અમદાવાદમાં આગામી ૨૯ જૂનના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા યોજાનાર છે, જેના પગલે ભગવાનના મોસાળ ગણાતા સરસપુરમાં ઉત્સાહનો માહોલ છે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી તેમના મોસાળ સરસપુર ખાતે પધારશે. ભાણેજને આવકારવા માટે સરસપુરવાસીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રણછોડરાયજી મંદિર બહાર વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે, સાથે જ મંદિરનું કલરકામ અને વિશેષ ડેકોરેશન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દર વર્ષે અહીં શાહી ઠાઠમાઠ સાથે ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે, જે પરંપરા આ વર્ષે પણ જાળવી રાખવામાં આવશે. ભગવાનના આગમન માટે આમંત્રણ પત્રિકાઓનું વિતરણ પણ શરૂ થઈ ગયું છે. ભગવાન ૧૫ દિવસ મોસાળમાં રોકાવાના હોવાથી અત્યારથી જ આખો વિસ્તાર ભક્તિના રંગે રંગાઈ ગયો છે.



