મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સિહોરમાં સગર્ભા માતાઓએ કર્યો સામૂહિક યોગ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભાવનગરના સિહોરમાં અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભાવનગરના સિહોરમાં અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સગર્ભા બહેનોએ એકસાથે યોગ કરીને સ્વાસ્થ્ય અને સકારાત્મક જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનું નેતૃત્વ ભાવનગરની ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિયન હેતસ્વી સોમાણીએ કર્યું હતું, જે પોતે પણ સાત મહિનાની સગર્ભા છે. તેમના માર્ગદર્શન હેઠળ સગર્ભા માતાઓ માટે વિશેષ યોગ સત્ર યોજાયું હતું. યોગ દ્વારા માતા અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યને કેવી રીતે લાભ થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અનોખી ઉજવણીએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

આ સમાચાર શેર કરો