મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોલકાતા: ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ; 'યોગ ફોર હેલ્ધી એજિંગ' થીમ સાથે પીએમ મોદીનો મહત્વપૂર્ણ સંદેશ

આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં

આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે. કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતેથી મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધતા યોગને જીવનશૈલી બનાવવાની હાકલ કરી હતી.આ વર્ષની થીમ 'યોગ ફોર હેલ્ધી એજિંગ' પર ભાર મૂકતા પીએમ મોદીએ જણાવ્યું કે, "યોગ ઉંમરને માનવીય ક્ષમતા ઘટાડવા દેતું નથી. આપણું લક્ષ્ય ૨૦ વર્ષની ઉંમર કરતા ૪૦ વર્ષે વધુ લવચીક અને ૩૦ વર્ષની સરખામણીએ ૫૦ વર્ષે વધુ ઉર્જાવાન બનવાનું હોવું જોઈએ." પીએમએ ઉમેર્યું કે યોગ માત્ર વૃદ્ધો માટે જ નહીં, પરંતુ તમામ વયના લોકો માટે છે. તે તણાવમુક્ત જીવન અને સતત શીખવાની પ્રેરણા આપે છે.

આ સમાચાર શેર કરો