VIDEO: પોરબંદર: મહોરમના જુલુસમાં બે જૂથ વચ્ચે અથડામણ, 8 લોકો ઈજાગ્રસ્ત
પોરબંદરમાં મહોરમના તહેવાર દરમિયાન એક જ સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણની

પોરબંદરમાં મહોરમના તહેવાર દરમિયાન એક જ સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. મેમણવાડા વિસ્તારમાં જુલૂસ દરમિયાન તીક્ષ્ણ હથિયારો સાથે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 8 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હુમલાખોરોને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હોસ્પિટલ વિસ્તારમાં પણ તણાવનો માહોલ સર્જાયો હતો, જેને કાબૂમાં લેવા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.




