VIDEO: તાજીયાના રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
મોહરમના તહેવારને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા શહેરમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. તાજીયાના નિર્ધારિત

મોહરમના તહેવારને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા શહેરમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. તાજીયાના નિર્ધારિત રૂટ પર પોલીસ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી હતી. જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પેટ્રોલિંગમાં જોડાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહી છે.




