VIDEO: SOP છતાં અમદાવાદમાં પ્રદૂષિત પાણીનો ત્રાસ: એક અઠવાડિયામાં 500થી વધુ ફરિયાદો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા SOP અમલમાં મૂક્યા બાદ પણ નાગરિકો તરફ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા SOP અમલમાં મૂક્યા બાદ પણ નાગરિકો તરફથી પ્રદૂષિત પાણીની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં અલગ અલગ વિસ્તારોમાંથી 500થી વધુ ફરિયાદો નોંધાઈ છે.જૂન મહિનામાં લીધેલા 3 હજારથી વધુ પાણીના સેમ્પલમાંથી 30 સેમ્પલ પરીક્ષણમાં નિષ્ફળ નીકળ્યા છે. ચાલુ મહિને 25 હજાર ક્લોરિન ટેસ્ટમાં 25 ટેસ્ટમાં ક્લોરિન મળ્યું નથી. 30 સ્થળોએ પાણી અનફિટ જાહેર થયું છે, જેમાં પૂર્વ વિસ્તારના બહેરામપુરા, સરસપુર અને જમાલપુરમાંથી સૌથી વધુ ફરિયાદો મળી છે.નાગરિકોએ પાણીનું ઓછું પ્રેશર, ડ્રેનેજની દુર્ગંધ અને પ્રદૂષિત પાણી આવવા અંગે ફરિયાદ કરી છે. AMC દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે.


