VIDEO: સુમુલ ડેરી ચૂંટણીમાં રાજકીય ગરમાવો, ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા
દક્ષિણ ગુજરાતની અગ્રણી અને અંદાજે 12 હજાર કરોડ રૂપિયાના ટર્નઓવર

દક્ષિણ ગુજરાતની અગ્રણી અને અંદાજે 12 હજાર કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસના 10 ઉમેદવારોને સુરક્ષાના કારણોસર અલગ-અલગ અજ્ઞાત સ્થળોએ ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. કેટલાક ઉમેદવારોને ગુજરાત બહાર પણ લઈ જવામાં આવ્યા હોવાની ચર્ચા છે. ઉમેદવારો પક્ષપલટો ન કરે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી હવે માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી ન રહી, પરંતુ પ્રતિષ્ઠાના જંગમાં ફેરવાઈ છે. સમગ્ર ઘટનાક્રમને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને સૌની નજર હવે ચૂંટણીના પરિણામો પર છે.




