મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ સાયલામાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનન પર પોલીસના દરોડા, 10 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે સાયલા પોલીસે લાલ આંખ કરી છે

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે સાયલા પોલીસે લાલ આંખ કરી છે. સાયલા પોલીસની ટીમે બાતમીના આધારે ઈશ્વરીયા ગામની સીમમાં સરકારી જમીન પર દરોડા પાડી ગેરકાયદેસર રીતે ચાલતી કાર્બોસેલની ખાણોનો પર્દાફાશ કર્યો છે.

પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કાર્બોસેલ કાઢવાના 5 કૂવા, એક ટ્રેક્ટર, જનરેટર, 8 પાઈપો, 2 બકેટ અને અંદાજે 70 મેટ્રિક ટન કાર્બોસેલ સહિત કુલ રૂ. 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ખનન માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને જથ્થો કબજે કરી સુરેન્દ્રનગર ખનીજ કચેરી ખાતે ખસેડ્યો છે. તમામ કૂવાઓ પરની આગળની કાયદેસરની કાર્યવાહી સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવી છે. આ દરોડાથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો