VIDEO: દાહોદ APMC ખાતે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડો રૂપિયાની લૂંટના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી, 4 આરોપીઓ ઝડપાયા
દાહોદ APMC ખાતે આંગડિયા પેઢીના


દાહોદ APMC ખાતે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડો રૂપિયાની લૂંટના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. ઘટનામાં સામેલ કુલ 8 આરોપીઓમાંથી 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બે બાઈક પર આવેલા 6 શખ્સોએ પટેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 1 કરોડ 46 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. જિલ્લા પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચીને તેમની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 1 કરોડ 35 લાખ રૂપિયાનો રોકડ મુદ્દામાલ કબજે કર્યો છે.




