મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના અણિયારા ગામના લોકો દોરડાના સહારે પ્રવેશ કરી રહ્યા છે ગામમાં

ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટનું અણિયારા ગામ સંપર્ક વિહોણું બન્યુ

ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટનું અણિયારા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સતત વરસાદના કારણે ગ્રામજનોને ગામમાં પ્રવેશવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામને જોડતા પુલની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી હોવાથી, લોકોને દોરડાના સહારે ગામમાં પ્રવેશ કરવાની ફરજ પડી રહી છે. આ બાબતે ગ્રામજનોએ વહીવટી તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી, જેના કારણે ગ્રામજનોમાં તંત્રની ઢીલી કામગીરી સામે રોષ વ્યક્ત થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો