VIDEO : ૭ લાખના ખર્ચે લગાવેલા પેલિકન ટ્રાફિક સિગ્નલને નુકસાન
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિદેશમાં જોવા મળતા એવા પેલિકન ટ્રાફિક સિગ્નલનો પ્રાયોગિક ધો

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિદેશમાં જોવા મળતા એવા પેલિકન ટ્રાફિક સિગ્નલનો પ્રાયોગિક ધોરણે સીજી રોડ પર પ્રયોગ કર્યો છે.. જોકે આ પ્રયોગ બહુ સફળ થાય તેમ લાગતું નથી.. સિસ્ટમ લગાવ્યા ના ગણતરીના દિવસોમાં કોઈએ તેને નુકસાન પહોંચાડ્યું છે. સિગ્નલ જ્યાંથી ઓપરેટ કરવામાં આવે છે તે બંને તરફના બોર્ડના કાચ તોડી દેવામાં આવ્યા છે..જોકે, તો પણ સિગ્નલની સિસ્ટમ કામ કરી રહી છે...કોર્પોરેશને સાત લાખના ખર્ચે આ સિગ્નલ મૂકાયું છે.. ત્યારે આ અંગે આગામી દિવસોમાં પોલીસ કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે...




