મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:એક જ શિક્ષકના ભરોસે ચાલતી નખત્રાણાની શાળામાં વાલીઓએ કર્યા તાળાબંધી

કચ્છના નખત્રાણા પોલીસ લાઈન વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગંભીર અછતને પગલે ર

કચ્છના નખત્રાણા પોલીસ લાઈન વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગંભીર અછતને પગલે રોષે ભરાયેલા વાલીઓએ શાળાને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે, જે પાંચ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે પ્રિન્સિપાલની જવાબદારી અને બી.એલ.ઓની વહીવટી ફરજો પણ સંભાળે છે.આ વહીવટી ભારણના કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. કંટાળેલા વાલીઓએ સવારે શાળા ખુલતાની સાથે જ પ્રવેશબંધી કરીને તાળા મારી દીધા હતા. વાલીઓની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી શાળામાં પૂરતી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક કરવામાં નહીં આવે, ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો