મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : શિક્ષણમંત્રી સાહેબ, જુઓ ગુજરાતના આ ભૂલકાઓને, જીવના જોખમે મેળવે છે શિક્ષણ!

Chhota Udepur News : છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામનો એક વીડિયો વાયરલ થ

VIDEO : શિક્ષણમંત્રી સાહેબ, જુઓ ગુજરાતના આ ભૂલકાઓને, જીવના જોખમે મેળવે છે શિક્ષણ!

Chhota Udepur News : છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામનો એક વીડિયો વાયરલ થયો છે, જે રાજ્યના શિક્ષણ વિભાગને તમાચા બરાબર છે.  હાફેશ્વર ગામના સિંગલા બારી ફળિયાના દસ જેટલા બાળકો મહુડા બારી ફળિયામાં શાળાએ જાય છે. પણ શાળાએ જવા માટે તેમણે જીવના જોખમે કોતર પરના એક પાઈપ પરથી ચાલીને જવું પડી રહ્યું છે. જો આ બાળકોમાં કોઈનો પગ લપસે તો કોતરના ધમસતા પાણીમાં જઈને પડે. શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણ મંત્રીએ આ વીડિયો જોવો જોઈએ.  શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર થોડા દિવસ પહેલા રસ્તા પર પડેલા ઝાડને કાપી રસ્તો ખુલ્લો કરવામાં મદદ કરી રહ્યા હતા. શિક્ષણ મંત્રીએ આ બાળકોની પણ મદદ કરવી જોઈએ અને શાળાએ જવા માટે એક રસ્તો બનાવી આપવો જોઈએ અને આ માટે સંબંધિત વિભાગને આદેશ કરવા જોઈએ. જુઓ આ વીડિયો -

આ સમાચાર શેર કરો