મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાવાગઢમાં જળબંબાકાર! અતિભારે વરસાદને પગલે ડુંગરના પગથિયાનો VIDEO વાયરલ

Panchmahal News: ચોમાસાની શરુઆત થઈ ચૂકી છે અને મેઘરાજાએ રાજ્યભરમાં પોતાનો કહેર વરસાવી દીધો છે. ઠેર ઠેર ભારે

Panchmahal News: ચોમાસાની શરુઆત થઈ ચૂકી છે અને મેઘરાજાએ રાજ્યભરમાં પોતાનો કહેર વરસાવી દીધો છે. ઠેર ઠેર ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે, રોડ રસ્તાં તુટ્યા છે જેને પગલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એવામાં પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ખાતે અતિભારે વરસાદ જોવા મળ્યો છે. પાવાગઢ ડુંગર ઉપર આવેલા બજારમાં પાણી ભરાયા હતા. પાવાગઢ ડુંગર ઉપર સૌપ્રથમ વાર ઢીંચણ સુધીના પાણી ભરાયા હતા. પાણીનો પ્રવાહ ડુંગર ઉપરથી ધસમસીને નીચે ઉતરી રહ્યો છે. ડુંગર ઉપર ચઢવા ઉતારવાના પગથિયાંનો ઉપયોગ જોખમી બનતા લોકોને અટકાવવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો