Video: અહીં ટ્રેડિશનલ ડ્રેસ, દાંડિયા કે DJ નથી, પરંતુ માત્ર પુરુષો જ એકત્રિત થઈ ઘૂમે છે ગરબે
આધુનિક યુગમાં સાઉન્ડ સિસ્ટમ, એલઇડી લાઇટિંગ અને ડીજેના તાલે યુવાધન મન મૂકી ગરબે ઘ
આધુનિક યુગમાં સાઉન્ડ સિસ્ટમ, એલઇડી લાઇટિંગ અને ડીજેના તાલે યુવાધન મન મૂકી ગરબે ઘૂમે છે. પરંતુ આજે પણ કેટલીક જગ્યાએ પૌરાણિક ગરબાનું અયોજન જોવા મળે છે. જેમાં surendranagar શહેરના પતરાવાળી ચોકમાં આજે પણ પૌરાણિક ગરબા જોવા મળે છે. સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકમાં એક અનોખી પરંપરા જીવંત છે. અંગ્રેજોના સમયથી ચાલતી આ 151 વર્ષ જૂની 'બ્રાહ્મણની ગરબી'માં માત્ર પુરુષો એકત્ર થઈને મોઢે ગરબા ગાઈને માતાજીની આરાધના કરે છે.
ગરીબીમાં ટ્રેડિશનલ ડ્રેસ કે ડાંડિયા વિના, કોઈ ડેકોરેશન કે વિદ્યુતીય સાધનો વાપર્યા વિના, શહેરના યુવાનો, વડીલો અને બાળકો ભારે ઉત્સાહથી ઘૂમે છે. નવલા નોરતામાં આ ગરબીનું આયોજન વાદીપરા યુવક મંડળ દ્વારા થાય છે, જે 200 વર્ષથી વધુ જૂની પરંપરાને જાળવી રાખે છે. નવ દિવસ ચાલતી આ ગરબીમાં ભાઈઓની એકતા અને ભક્તિનું અનોખું રૂપ જોવા મળે છે. આ પરંપરા ભારતીય સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે, જે આગામી પેઢીઓને પ્રેરણા આપે છે.



