મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીઃ આમડપોર હાઈવે પર ડમ્પરે મહિલાને અડફેટે લેતા ઘટના સ્થળે થયું મોત

નવસારીના આમડપોર હાઈવે પર કલેક્ટરના જાહેરનામાના ધજાગરા ઉડાવી બેફામ દોડતા એક ડમ્પરે બ

નવસારીના આમડપોર હાઈવે પર કલેક્ટરના જાહેરનામાના ધજાગરા ઉડાવી બેફામ દોડતા એક ડમ્પરે બાઈક સવાર મહિલાને કચડી નાખતા ચકચાર મચી ગઈ છે. પોતાની બહેનને મળવા જઈ રહેલા 41 વર્ષીય મૈત્રીબેન દેસાઈ ડમ્પરના ટાયર નીચે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના પતિનું 3 વર્ષ પહેલાં જ અવસાન થયું હોવાથી, હવે માતાની છત્રછાયા ગુમાવતા તેમની 16 વર્ષની દીકરી તદ્દન અનાથ બની ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં જ અનાવીલ સમાજના અગ્રણીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માતને પગલે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે નવસારી ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો