મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:નર્મદાઃ અધિકારીઓના બંગલા પર બુલડોઝર ફર્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીનજીક ગરુડેશ્વર ખાતે આજે બીજા દિવસે પણ તંત્રની કડક ડિમોલિશન કામગીરી યથાવત રહી છ

સ્ટેચ્યુ ઓફ યુનિટીનજીક ગરુડેશ્વર ખાતે આજે બીજા દિવસે પણ તંત્રની કડક ડિમોલિશન કામગીરી યથાવત રહી છે. શરત ભંગના મામલે સરકારે કડક નિર્ણય લઈને અહીં પાંચ ઉચ્ચ અધિકારીઓના આલીશાન બંગલા તોડવાનું શરૂ કર્યું છે. વાસ્તવમાં, ૧૩ અધિકારીઓએ અહીં સરકારી પ્લોટ લીધા હતા, જેમાંથી શરત ભંગ બદલ ૬ પ્લોટ ફરી શ્રી સરકાર (સરકારી હસ્તક) કરી દેવાયા છે. બાકીના સાત અધિકારીઓમાંથી આર. વી. બારીયા અને લક્ષ્મણસિંહ ડીંડોર કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈ આવતા હાલ તેમના મકાનો સુરક્ષિત છે. જોકે, અન્ય અનધિકૃત બાંધકામો પર સરકારી બુલડોઝર સતત ગરજી રહ્યું છે, જેનાથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો