મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નેપાળના તોફાનમાં ફસાયેલા ભાવનગરના 40થી વધુ પ્રવાસીઓ પરત ફર્યા

VIDEO: રાજ્યના ભાવનગરમાંથી 40થી વધુ લોકો નેપાળ પ્રવાસે ગયા હતા. જ્યાં તેઓ

VIDEO: રાજ્યના ભાવનગરમાંથી 40થી વધુ લોકો નેપાળ પ્રવાસે ગયા હતા. જ્યાં તેઓ નેપાળમાં ચાલી રહેલા તોફાનમાં ફસાઈ ચુક્યા હતા. નેપાળમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી સતત અરાજકતા ચાલી રહી છે તેમાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હતા. જેને લઈ ચિંતાતૂર બન્યા હતા. આ શ્રદ્ધાળુઓ ભાવનગરના નારી ગામથી ગત 22 ઓગસ્ટે નેપાળ, યુપી, હરિદ્વાર પ્રવાસે ગયા હતા. જે બાદ બસના તમામ શ્રદ્ધાળુઓએ સ્થાનિક સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરનો સંપર્ક કર્યા બાદ નેપાળથી સવારે 9.30 વાગ્યા બાદ ભાવનગર આવવા રવાના થયા હતા.

હાલ તમામ શ્રદ્ધાળુઓ સહી સલામત ભારતની બોર્ડર પર પ્રવેશ કર્યો હતો. સાથે બસના તમામ શ્રદ્ધાળુઓએ સાંસદ નિમુબેન બાંભણીયા,ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમા નો આભાર વ્યક્ત કર્યો

આ સમાચાર શેર કરો