Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold-Silver Price Today: Gold rose once again, silver fell, know today's new price

Gold-Silver Price Today: સોનામાં ફરી એકવાર તેજી આવી, ચાંદીમાં બોલાયો કડાકો, જાણો આજનો નવો ભાવ

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Gold-Silver Price Today: સોનામાં ફરી એકવાર તેજી આવી, ચાંદીમાં બોલાયો કડાકો, જાણો આજનો નવો ભાવ
સોર્સ : GSTV

Gold-Silver Price Today: બુધવારે તા.10 ઓગસ્ટે દેશની રાજધાની દિલ્હીમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમત 250 રૂપિયા વધીને સીધી 1,13,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (તોલો)ના નવા લાઈફટાઈમ હાઈ પર પહોંચ્યું છે. વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેંકોની મજબૂત ખરીદી, નબળો ડોલર અને ભૂ-રાજનૈતિક અનિર્ણાયકતાને લીધે તેજી આવી છે. આ વર્ષે અત્યાર સુધી સોનાની કિંમતોમાં 34,050 રૂપિયા અથવા 43.12 ટકાનો વધારો ઝીંકાયો છે. 31 ડિસેમ્બર 2024ના રોજ સોનાનો ભાવ 78,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે આજે વધીને 1,13,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર, મંગળવારે સોનું 5080 રૂપિયાની તેજી સાથે 1,12,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. 

App Store

આજે સોનાના ભાવમાં તેજી કેમ?
આજે 99.5 ટકા શુદ્ધતા ધરાવતા સોનાએ પણ 250 રૂપિયા વધીને 1,12,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલટાઈમ હાઈ પર પહોંચ્યું છે. સોનું રેકોર્ડ ઉંચાઈની આસપાસ કારોબાર કરી રહ્યું છે. જેને અમેરિકી ડોલર ઈન્ડેકસના નબળા થવાથી મદદ મળી રહી છે, જે 7 અઠવાડિયાના સ્તરે આવું ગયું છે અને આગામી મહિનાઓમાં વ્યાજ દરોમાં ભારે કાપની વધતી આશાએ પણ આનો ટેકો આપી રહી છે. 

ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો
બુધવારે ચાંદીના ભાવમાં રેકોર્ડ સ્તરથી 300 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જે બાદ ચાંદી 1,28,500 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. મંગળવારે ચાંદીના ભાવ 2,800  રૂપિયાના વધારાની સાથે 1,28,800 રૂપિયા પ્રતિ કિલોના નવા લાઈફટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. આ દરમ્યાન વિદેશી બજારમાં હાજર સોનું 0.85 ટકા વધીને 3,657.09 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. મંગળવારે આ 3,674.75 ડોલર પ્રતિ ઔંસના નવા શિખર પર પહોંચી ગયું હતું. 

અમેરિકામાં વ્યાજ દરોમાં કાપની અટકળો વધી
મળતી માહિતી અનુસાર, ફ્રાંસ, નેપાળ, જાપાનમાં નવી રાજકીય સંકટ અને રશિયા અને અમેરિકી પ્રતિબંધો વચ્ચે સોનાની કિંમતો નવી ઉંચાઈએ પહોંચી રહી છે. આ ઉપરાંત શુક્રવારે આશા હતી તેના કરતાં નબળા અમેરિકી રોજગાર રિપોર્ટ બાદ વ્યાજ દરોમાં કાપની અટકળો વધી ગઈ છે. હાજર ચાંદી 0.88 ટકા વધીને 41.23 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.