Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad Municipal Corporation seals the kitchen of the boys' hostel on C.G. Road

Ahmedabad news: અમદાવાદ મનપા દ્વારા C.G. રોડ પર આવેલી બોય્ઝ હૉસ્ટેલનું કીચન સીલ

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: અમદાવાદ મનપા દ્વારા C.G. રોડ પર આવેલી બોય્ઝ હૉસ્ટેલનું કીચન સીલ
સોર્સ : GSTV

Ahmedabad news: નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાનું ફૂડ વિભાગ શહેરના વિવિધ સ્થળે દુકાનો, રૅસ્ટોરન્ટ, હૉટલ, હૉસ્ટેલ સહિતના સ્થળે તપાસ ઝૂંબેશ શરૂ કરી છે. ખાદ્ય ખોરાક, નાસ્તા અને રસોડાની સામગ્રીની તપાસ બાદ સીલ કરવાની અને સ્થળ પર દંડ વસૂલવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. આ કામગીરી દિવાળી સુધી ચાલશે. શહેરના જાણીતા અને સતત વ્યસ્ત રહેતા C.G. રોડ પર આવેલા બોય્ઝ હૉસ્ટેલમાં આવેલા રસોડામાં તપાસ કરવામાં આવી હતી. જે બાદ ખાદ્ય સામગ્રી ખરાબ અને સડેલી જોવા મળતા આખરે એએમસી તંત્રએ બોય્ઝ હૉસ્ટેલના કીચનને સીલ મારવાની કામગીરી હતી. 

App Store

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં એએમસી તંત્ર અત્યારે શહેરમાં ચેકિંગની કામગીરી કરી રહી છે. આગામી નવરાત્રી, દિવાળી, દશેરા સહિતના તહેવારોમાં ગ્રાહકોને સારી ખાદ્ય સામગ્રી મળી રહે એને લઈ તંત્ર સક્રિય બન્યું છે. સી.જી. રોડ પર આવેલા શિવ શંકર પીજી બોય્ઝ હૉસ્ટેલ સામે એએમસીએ કાર્યવાહી કરી હતી. જેમાં રસોડામાં તપાસ કરતા ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી ખરાબ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત તળેલા શાકભાજી અને અન્ય વસ્તુઓમાં જીવાત મળી આવી હતી. મકોડા, ધનેડા સહિતની જીવાત જોવા મળી હતી. આ ઉપરાંત શાકભાજી પણ વાસી હોવાનું સામે આવ્યું હતું. એએમસીએ તપાસ કરતા હૉસ્ટેલ પાસે ફૂડ લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું હતું. જેથી એએમસી તંત્રએ સ્થળ પર તપાસ કર્યા બાદ કાર્યવાહીના ભાગરૂપે હૉસ્ટેલનું કીચન સીલ મારી દીધું હતું.