મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: માંગરોળમાં સેલ્ફીના શોખમાં મોપેડ કીમ નદીમાં ખાબક્યું

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ પાસે પસાર થતી કીમ નદીમાં એક મોપેડ ખાબક્યુ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ પાસે પસાર થતી કીમ નદીમાં એક મોપેડ ખાબક્યું હતું.  કીમ નદીના હાઈ બેરલ બ્રિજ પર બે યુવાનો મોબાઈલમાં સેલ્ફી અને ફોટા લઈ રહ્યા હતા, ત્યારે અચાનક મોપેડ 20 ફૂટની ઊંચાઈથી નીચે તળાવમાં પડી ગયું. બાઈક નીચે ખાબકતા ધડાકાભેર અવાજ થયો હતો. જે સાંભળીને નજીકના યુવાનો દોડી આવ્યા.

યુવાનોએ તાત્કાલિક પગલાં લઈને દોરડું બાંધીને મોપેડને ખેંચવાનો પ્રયાસ કર્યો. ભારે જહેમત બાદ મોપેડને નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી. ઊંચાઈથી પડવાથી મોપેડને નુકસાન પહોંચ્યું હતું, પરંતુ આ દુર્ઘટનામાં ચાલકોને કોઈ ઇજા નથી થઈ. 

આ સમાચાર શેર કરો