VIDEO: મહેસાણાઃ મધ્યાહન ભોજનમાં જીવાત મળતાં સંચાલક-રસોઈયા સસ્પેન્ડ
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની ગણેશપુરા પ્રાથમિક શાળામાંથી મધ્યાહન ભોજનને લઈને

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની ગણેશપુરા પ્રાથમિક શાળામાંથી મધ્યાહન ભોજનને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં બાળકોને પીરસવામાં આવતા ભોજનના લોટ અને ચોખામાંથી મોટી સંખ્યામાં જીવાત મળી આવી છે. આ બેદરકારી સામે આવતા જ શાળા પરિસરમાં ભારે હોબાળો મચી ગયો હતો અને મામલો ગરમાયો હતો. સરકારી શાળાના મધ્યાહન ભોજનની ખાદ્ય સામગ્રીમાંથી જીવાત નીકળતા જ બાળકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અંગે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે, જેણે મધ્યાહન ભોજનના સંચાલક અને રસોઈયાની કામગીરીને શંકાના દાયરામાં લાવી દીધી છે. જોકે, આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરીને બેદરકાર મધ્યાહન ભોજન સંચાલક અને રસોઈયાને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.




