મહેસાણાઃ દોરી વાગવાની વધુ એક ઘટના, આંબલિયાસણની યુવતી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાઈ
મહેસાણામાં વધુ એક વ્યક્તિ દોરીનો ભોગ બન્યું છે. આંબલિયાસણમાં યુવતીને દોરી વાગતા ઈજાગ્રસ્ત થઈ હતી. હજુ એક યુવાનના

મહેસાણામાં વધુ એક વ્યક્તિ દોરીનો ભોગ બન્યું છે. આંબલિયાસણમાં યુવતીને દોરી વાગતા ઈજાગ્રસ્ત થઈ હતી. હજુ એક યુવાનના ગળાના ટાંકા રુજાયા પણ નથીને ફરી એક યુવતીને દોરી વાગતા તે ઈજાગ્રસ્ત બની હતી. થોડા સમય પૂર્વે આંબલિયાસણમાં ચાઈનીઝ દોરી વાગતા એક યુવાનનું મોત થયું હતું. આજે રેલવે પુલ ઉપર એક્ટીવા લઈને જઈ રહેલા સીમા પટેલ દોરીથી ઈજાગ્રસ્ત થયા હતા.
સીમાને ગળાના ભાગે દોરી વાગતા યુવતીનું ગળું કપાયું હતું. ત્યારબાદ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જતા યુવતીનો જીવ બચી ગયો હતો. ત્યારે હવે સળગતો સવાલ એ છે કે, પ્રતિબંધિત દોરીના વેચાણ પર તંત્ર ક્યારે નિયંત્રણ લાવશે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચોઃ ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય/ 1 નવો જિલ્લો અને 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો
અગાઉ પણ બની ચૂકી છે દોરી વાગવાની ઘટના
આંબલિયાસણમાં અગાઉ પણ એક યુવાનને દોરી વાગવાની ઘટના બની ચૂકી છે. આંબલિયાસણમાં રેલવે પુલ ઉપર બાઈક લઈને જઈ રહેલા મિતેષ જોશીને ચાઈનીઝ દોરી વાગી હતી. ગળાના ભાગે યુવાનને દોરી વાગતા તેનું ગળું કપાયું હતું. જોકે સદનસિબે યુવાનને ખાનગી હોસ્પિટલ લઈને જતા તેનો જીવ બચી ગયો હતો. ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલા જ એક યુવાનનું દોરી વાગવાને કારણે મોત થયું હતું.






