મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અસહ્ય ગરમીથી મળી રાહત, બાળકોએ માણી વરસાદની મજા

નવસારી શહેર અને તેના પૂર્વ વિસ્તારમાં વહેલી સવારથી જ કાળાડિબા

નવસારી શહેર અને તેના પૂર્વ વિસ્તારમાં વહેલી સવારથી જ કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદી વાતાવરણ જામતાં લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં સર્જાયેલી ઠંડકને પગલે સ્થાનિકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા જલાલપોર અને એરૂ ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ પડેલા આ મનમૂકીને વરસતા વરસાદની મજા માણવા માટે નાના બાળકો પોતાના ઘરના ધાબા પર અને રસ્તાઓ પર નીકળી પડ્યા હતા.  

આ સમાચાર શેર કરો