VIDEO: મહેરબાન થશે મેઘરાજા, 10 જૂન સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હ


હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની 10 જૂન સુધીની આગાહી મુજબ, ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવા વરસાદની શક્યતા છે. ઉત્તરી પાકિસ્તાન પાસે સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી દિવસોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
બીજી તરફ, કેરળ પહોંચેલું ચોમાસું આગામી 2-3 દિવસમાં આગળ વધવાની સાનુકૂળ સંભાવનાઓ વચ્ચે દરિયાઈ વિસ્તારોમાં પણ પવનની ગતિ તેજ રહેવાની આગાહી કરવામાં આવી છે.




