VIDEO: નવસારીના દૂધિયા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન, સાંકડો રસ્તો ૧૮ મીટર સુધી થશે પહોળો
રાજ્યના નવસારીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં  


રાજ્યના નવસારીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં નવસારી મહાનગરપાલિકાએ શહેરના વ્યસ્ત દૂધિયા તળાવ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. દૂધિયા તળાવ વોટરવર્કસ બિલ્ડિંગથી રોટરી સર્કલ તરફ જતા માર્ગ પરના દબાણો દૂર કરીને રસ્તાને પહોળો કરવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહીથી સ્થાનિકો અને વાહનચાલકોમાં રાહત જોવા મળી રહી છે.
જેસીબી મશીનો સાથે દૂધિયા તળાવ વિસ્તારમાં કામગીરી શરૂ કરી
નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોએ ગત રોજ જેસીબી મશીનો સાથે દૂધિયા તળાવ વિસ્તારમાં કામગીરી શરૂ કરી હતી. આ માર્ગ પર ત્રણ મુખ્ય રસ્તાઓ ભેગા થતા હોવાથી પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ થતો હતો. વારંવારની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, પાલિકાએ ૧૦.૫૦ મીટરના સાંકડા રસ્તાને ૧૮ મીટર સુધી પહોળો કરવાનો નિર્ણય લીધો છે.




