મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીના ખાંભામાં બરસિયા ડુંગર પર લાગી ભીષણ આગ કાબૂમાં, મોટી દુર્ઘટના ટળી

અમરેલીના ખાંભા પંથકમાં આવેલા નાનૂડી ગામ નજીક

અમરેલીના ખાંભા પંથકમાં આવેલા નાનૂડી ગામ નજીક બરસિયા ડુંગર પર ભીષણ આગ ફાટી નીકળી હતી. ખાનગી માલિકીના આ ડુંગર પર અંદાજે 15 વીઘા જમીનમાં આગ પ્રસરી જતાં એકબાજુ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી બાજુ વન વિભાગ, મામલતદાર અને પોલીસનાં કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.આ વિસ્તાર મિતિયાળા વન્યપ્રાણી અભયારણ્યની નજીક હોવાથી વન્યજીવોના જીવ પર જોખમ તોળાયું હતું.જોકે, તંત્રની સમયસૂચકતા અને સતર્કતાને કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. મોટી દુર્ઘટના ટળતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

આ સમાચાર શેર કરો