મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: થરાદ APMCમાં જીરું ક્લિનિંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ભુસું બળીને ખાખ

બનાસકાંઠા જિલ્લામાઁથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં વાવ-થરાદ વિસ્તારના થરાદ

બનાસકાંઠા જિલ્લામાઁથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  વાવ-થરાદ વિસ્તારના થરાદ એપીએમસીમાં વહેલી સવારે એક જીરું ક્લિનિંગ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની જાણ થતાં તુરંત ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.

જીરુંનું ભુસું બળી જતાં વેપારીને મોટું નુકસાન થયું

આગના કારણે ફેક્ટરીમાં રહેલું જીરુંનું ભુસું બળી જતાં વેપારીને મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે.ફાયર વિભાગના બે ટેન્કરોની મદદથી થોડા જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, આ આગ કયા કારણોસર લાગી તે કારણ હજુ સુધી અકબંધ છે અને તે અંગેની તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો