મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાનોલી GIDCની સંઘવી ઓગ્રેનિક્સ કંપનીમાં ભીષણ આગ

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગ

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી. આ કેમિકલ અને ઓર્ગેનિક કંપનીમાં વેરહાઉસમાંથી આગની શરૂઆત થઈ, જે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ છે અને નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. વેરહાઉસમાં સ્ટોર્ડ કેમિકલ અને ઓર્ગેનિક મટિરિયલને કારણે ઝડપથી ફેલાઈ હતી..પ્રાથમિક માહિતી અનુસાર, વેરહાઉસમાં સોલ્વન્ટ અથવા કેમિકલના લીકેજથી આગ લાગી હોવાની આશંકા છે.

આ સમાચાર શેર કરો