VIDEO: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 10 કિલોથી વધુ હાઇડ્રોપોનિક ગાંજા સાથે મુસાફર ઝડપાયો
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્ર

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ સ્મગલિંગનું મોટું નેટવર્ક તોડી પાડ્યું છે. બેંગકોકથી ફ્લાઇટ નંબર TG-343 દ્વારા અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી કરોડોની કિંમતનો 10 કિલોથી વધુ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે.એર ઇન્ટેલિજન્સ યુનિટ અને સ્નિફર ડોગની સતર્કતાને કારણે આ રેકેટનો પર્દાફાશ થયો હતો. મુસાફરે પોતાની ટ્રોલી બેગમાં સિલ્વર કલરના પેકેટ્સમાં છુપાવીને કુલ 10,911 ગ્રામ ગાંજો લાવ્યો હતો. ડ્રગ્સ સાથે પકડાયેલો આ યાત્રી જૂનાગઢના માંગરોળનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે આરોપીની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતું અને આ કૌભાંડમાં અન્ય કોણ સામેલ છે, તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




