મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભગવાન જગન્નાથે ધારણ કર્યો ગજવેશ અવતાર

અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરમાં જળયાત્રા અને જળાભિષેક બાદ ભગવાન જગન્નાથે દુર્લભ ગજવેશ ધારણ કર્ય

અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરમાં જળયાત્રા અને જળાભિષેક બાદ ભગવાન જગન્નાથે દુર્લભ ગજવેશ ધારણ કર્યો. ગજવેશમાં ભગવાનના ગણપતિ સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વર્ષમાં માત્ર એક જ વખત ભગવાન જગન્નાથ ગજવેશ ધારણ કરતા હોવાથી આ દર્શનનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. પરંપરા મુજબ ગજવેશ દર્શન બાદ ભગવાન મોસાળમાં જશે અને જેઠ વદ અમાસે નિજ મંદિર પરત ફરશે...

આ સમાચાર શેર કરો