VIDEO: રાજુલાના વિકટર નજીક હાઈવે પર અચાનક સિંહો આવી ગયા, વાહનોના થંભી ગયા પૈડા
અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર સિંહોની સલામતી સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. રાજુલાના
અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર સિંહોની સલામતી સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. રાજુલાના વિકટર નજીક હાઈવે પર અચાનક સિંહો દેખાતા અફડા-તફડી મચી ગઈ. માર્ગના મધ્યમાં સિંહો આવી જતા વાહનચાલકો થંભી ગયા અને દોડધામ મચી હતી. હાલના સમય દરમિયાન સિંહો વારંવાર શિકારની શોધમાં હાઈવે ક્રોસ કરતાં હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ પણ વન્યપ્રાણીઓના વાહન અડફેટે મોત થયા છે. આવી સ્થિતિમાં સિંહોની સુરક્ષાને લઈ વન વિભાગ અને તંત્ર સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.




