VIDEO/ વડોદરા SSG હોસ્પિટલમાં ૫ દિવસથી લિફ્ટ બંધ, ડાયાલિસિસના દર્દીઓ ભગવાન ભરોસે!
વડોદરાની SSG હોસ્પિટલમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી લિફ્ટ બંધ હોવાથી ડાયાલિસિસ દર્દીઓ ભારે હાલાકીનો સા

વડોદરાની SSG હોસ્પિટલમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી લિફ્ટ બંધ હોવાથી ડાયાલિસિસ દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. લિફ્ટની સમસ્યાના કારણે કેટલાક દર્દીઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. સારવાર પ્રક્રિયામાં વિલંબ થવા સાથે દર્દીઓના સમય અને ખર્ચમાં પણ વધારો થતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના મેન્ટેનન્સ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને એક દિવસમાં પૂર્ણ થઈ શકે તેવી કામગીરી અનેક દિવસથી અટવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દર્દીઓ અને તેમના પરિવારજનોએ તાત્કાલિક લિફ્ટ શરૂ કરી તેમની મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરી




