મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: લાઠીના સામાજિક આગેવાન અર્ઘ નગ્ન અવસ્થામાં ઉતર્યા ઉપવાસ આંદોલન પર, જાણો કેમ?

અમરેલી જિલ્લાના લાઠી નગરપાલિકા સામે સામાજિક આગેવાન રજનીકાંત રાજ્યગુરુ અર્ધ નગ્ન અવસ્થામ

અમરેલી જિલ્લાના લાઠી નગરપાલિકા સામે સામાજિક આગેવાન રજનીકાંત રાજ્યગુરુ અર્ધ નગ્ન અવસ્થામાં ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. મંગળવારે તેઓ અર્ધનગ્ન અવસ્થામાં નગરપાલિકા કાર્યાલય સામે ઉપવાસ આંદોલન પર બેઠા. તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરની કાર્યમાં નિયમિતતાનો અભાવ અને બેદરકારીના આરોપો લગાવ્યા. આ આંદોલન 1920થી 2023 સુધીના નગરપાલિકાના ઓડિટ રિપોર્ટની તપાસ, ટ્રાફિક સમસ્યાઓના ઉકેલ અને દબાણો દૂર કરવા જેવા મુદ્દાઓ પર કેન્દ્રિત છે.

રજનીકાંત રાજ્યગુરુએ જણાવ્યું, "ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવા સહિતની માંગો પૂરી ન થાય તો આંદોલન ચાલુ રહેશે."

આ સમાચાર શેર કરો