Video: માંગરોળ તાલુકામાં સીમેન્ટ રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં પરિણામ શૂન્ય
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘોડાદર અને સરમા ગામ વચ્ચે બને તેવા સીમેન્ટ રોડમાં મોટા પાયે
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘોડાદર અને સરમા ગામ વચ્ચે બને તેવા સીમેન્ટ રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ઘોડાદર ગામના પૂર્વ સરપંચ પોપટભાઈએ આ બાબતે ઉચ્ચ કક્ષાઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ જવાબ કે તપાસ ન થયાના આક્ષેપો કર્યા છે. તેઓએ તાત્કાલિક તપાસની માંગ કરી છે.
આક્ષેપો પ્રમાણે, રોડમાં નબળી ગુણવત્તાવાળી કાંકરી અને ગઠ્ઠા થયેલા સીમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી રોડની મજબૂતાઈ પર અસર પડે છે. પોપટભાઈએ જણાવ્યું, "અમે ઉચ્ચ અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છતાં તપાસના નામે મીંડું છે.




