VIDEO: પાવાગઢમાં ભૂસ્ખલનનો મોટો બનાવ, પદયાત્રીઓ દબાયા હોવાની આશંકા
યાત્રાધામ પાવાગઢમાં પાટિયા પુલ નજીક સર્જાયેલી ભૂસ્ખલનની ગંભીર દુર્ઘટનામા

યાત્રાધામ પાવાગઢમાં પાટિયા પુલ નજીક સર્જાયેલી ભૂસ્ખલનની ગંભીર દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો છે. ડુંગર પરથી મહાકાય શિલાઓ પગથિયાં પર ધસી આવતા ૨ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૧૫ જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. હજુ પણ બે વ્યક્તિઓ પથ્થરો નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને લઈને બચાવ કામગીરી વધુ તેજ કરવામાં આવી છે.ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગ, રોપવે ટીમ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્રણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાવાગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે હાજર છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી રાહત કામગીરી પર નજર રાખી રહ્યો છે.




