મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: હિંમતનગરમાં સેનાના જવાન સાથે ઝપાઝપી મામલો, કરણી સેનાના રાજ શેખાવતની ન્યાયની માંગ સાથે આંદોલનની ચીમકી

સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ભારતીય સેનાના જવાન પર પોલીસ કર્મચા

સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ભારતીય સેનાના જવાન પર પોલીસ કર્મચારીઓ દ્વારા કથિત મારઝૂડની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. આ મામલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને પીડિત જવાન અને તેના પરિવાર સાથે મુલાકાત કરી.

શેખાવતે સરકારને જવાનને ન્યાય અપાવવા અપીલ કરી, સાથે જવાન વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ રદ કરવા અને મારઝૂડ કરનાર પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી. તેમણે ચેતવણી આપી કે જો ન્યાય નહીં મળે તો કરણી સેના મોટું આંદોલન કરશે. આ ઘટનાએ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે, અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. શેખાવતે પીડિત પરિવારને સમર્થન આપવાની ખાતરી આપી, જ્યારે સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવે છે.

આ સમાચાર શેર કરો