મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભેસ્તાન બ્રિજ પર કાળમુખા ડમ્પરનો કહેર, માતા-પુત્રીના મોત

સુરતના ભેસ્તાન બ્રિજ પર માર્ગ અકસ્માતમાં મોપેડ સવાર માતા અને પુત્રીના ઘટનાસ્થળે જ મો

સુરતના ભેસ્તાન બ્રિજ પર માર્ગ અકસ્માતમાં મોપેડ સવાર માતા અને પુત્રીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ બેફામ ઝડપે આવી રહેલા ડમ્પરે મોપેડને અડફેટે લેતા બંને ડમ્પરની નીચે કચડાઈ ગયા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ હતી અને સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાને લઈને લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર અકસ્માત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો