મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : જૂનાગઢની સરકારી શાળાના 9મા ધોરણના બાળકોને ABCD ન આવડતા શિક્ષણ પર સવાલો

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશળહડમતીયા ગામની સરકારી ગ્

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશળહડમતીયા ગામની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં તાજેતરમાં યોજાયેલા પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણની કથળેલી સ્થિતિનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કાર્યક્રમમાં હાજર રહેલા શ્રમ અને રોજગાર વિભાગના નાયબ સચિવે જ્યારે ક્લાસરૂમમાં જઈને ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો અને તેમને 'ABCD આવડે છે?' તેવો સામાન્ય સવાલ પૂછ્યો, ત્યારે વિદ્યાર્થીઓએ 'ના' પાડી દીધી હતી. આ સાંભળીને નાયબ સચિવ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ અત્યંત ગંભીર બાબત પ્રકાશમાં આવતા જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપી ભેસાણ તાલુકા શિક્ષણ અધિકારીના વડપણ હેઠળ એક વિશેષ તપાસ સમિતિની રચના કરી છે. સમિતિને વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે અને આ રિપોર્ટ આવ્યા બાદ શાળા અને જવાબદાર શિક્ષકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો