VIDEO/ જામનગર: વોટર રિસોર્ટમાં 14 વર્ષીય કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત
જામનગરના બાલાચડી રોડ પર આવેલા વેલકમ વોટર રિસોર્ટમાં પરિવાર સાથે ફરવા ગયેલા 14 વર્ષીય આર

જામનગરના બાલાચડી રોડ પર આવેલા વેલકમ વોટર રિસોર્ટમાં પરિવાર સાથે ફરવા ગયેલા 14 વર્ષીય આરવ સોમકરનું પાણીમાં ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.છેલ્લા એક માસમાં જિલ્લાના અલગ-અલગ વોટરપાર્કમાં આ પ્રકારની બીજી દુર્ઘટના બની છે, જેનાથી પ્રવાસીઓમાં ચિંતા વ્યાપી છે.




