VIDEO : સામાન્ય બોલાચાલીમાં મિત્રએ ચાકુના ઘા ઝીંકી અમોલ નામના યુવકનો લીધો જીવ
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મિત્રતાના સંબંધને લોહીના રંગે રંગી દેવામાં આવ્યો છે. ખાવા-પીવાની બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં શનિ નામના યુવકે પોતાના મિત્ર અમોલ પર ચાકુ વડે ઘાતકી હુમલો કર્યો હતો. "તું મને છોડીને કેમ ભાગી ગયો?" તેવું કહીને શનિએ અમોલ પર એક પછી એક ચાકુના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અમોલને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાંડેસરા પોલીસે આરોપી શનિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.




