VIDEO: સુરતમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન 22 કૃત્રિમ તળાવોનું નિર્માણ
સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે શહેરમાં ૨૨ કૃત્
સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે શહેરમાં ૨૨ કૃત્રિમ તળાવો નિર્માણ કરવામાં આવ્યા છે. આ તળાવોમાં ૫ ફૂટથી નાની ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે, જ્યારે ૫ ફૂટથી મોટી મૂર્તિઓ માટે ડુમસ, મગદલ્લા અને હજીરા ખાતેના ત્રણ મુખ્ય દરિયાકાંઠાના સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી છેઆ કૃત્રિમ તળાવો પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી વિસર્જન પ્રક્રિયા સરળ અને સુરક્ષિત રહે. વિસર્જન દરમિયાન દરેક મૂર્તિનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના દ્વારા મૂર્તિઓની સંખ્યા અને વિસર્જનની વિગતોનો રેકોર્ડ રાખવામાં આવશે.




