VIDEO: વડોદરામાં ગેરકાયદે માટી ખનન પર તવાઈ, રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત
વડોદરાના પોર નજીક ગોસીન્દ્રા-ઉટીયા ગામે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડે દરોડા પાડી ગેરકાયદે મા


વડોદરાના પોર નજીક ગોસીન્દ્રા-ઉટીયા ગામે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડે દરોડા પાડી ગેરકાયદે માટી ખનન ઝડપી પાડ્યું છે. સ્થાનિક ખાણ-ખનીજ વિભાગની નિષ્ક્રિયતા વચ્ચે ગાંધીનગરની ટીમે એક હિટાચી મશીન અને ૩ ડમ્પર સાથે ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ટોળકી એક વીઘા જમીનની આડમાં આસપાસની સરકારી જમીન ખોદી માટીની ચોરી કરતી હતી. જેમાં કેવિન, અનંત અને ઋત્વિજ નામના શખ્સોના નામ સામે આવ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ મામલે એક પૂર્વ ભાજપ ધારાસભ્યના જમાઈનું નામ ચર્ચાતા રાજકીય ગરમાવો આવ્યો છે. હાલ તમામ મુદ્દામાલ વરણામા પોલીસ મથકે જમા કરાવી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.




