VIDEO: ગેરકાયદેસર ખનન, લાખોનો મુદ્દામાલ જપ્ત
દેવભૂમિ દ્વારકાના જામ કલ્યાણપુર અને જામ ખંભાળિયા વિસ્તારમાં SOG દ્વારા ગેરકાયદેસર સેડ પથ્થર (બેલા) ખનન સા

દેવભૂમિ દ્વારકાના જામ કલ્યાણપુર અને જામ ખંભાળિયા વિસ્તારમાં SOG દ્વારા ગેરકાયદેસર સેડ પથ્થર (બેલા) ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાટિયા ગામ નજીકથી શંકાસ્પદ પાંચ ટ્રકો ઝડપી પોલીસે તપાસ કરતા રોયલ્ટી પાસની મુદત પૂર્ણ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ૮૮ ટન સેડ પથ્થર અને ટ્રકો મળી કુલ ૭૭.૭૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.




