VIDEO: હું અહીં પક્ષની વાતો કરું છું અને પૂર્વ ધારાસભ્ય માર્કેટમાં વ્યસ્ત, નવસારીમાં ભાજપની સભામાં ઉડી હાસ્યની છોળો
નવસારીમાં ભાજપ કાર્યાલયના ઉ


નવસારીમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પર જિલ્લા પ્રમુખે પૂર્વ ધારાસભ્યને જાહેરમાં મીઠી ટકોર કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ જ્યારે પ્રવચન આપી રહ્યા હતા, ત્યારે પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ મોબાઈલમાં વ્યસ્ત જણાયા હતા. પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ સ્ટેજ પર બેઠા બેઠા શેરબજાર અને સેન્સેક્સના આંકડા જોવામાં મશગૂલ હતા. ભુરાલાલ શાહે ચાલુ ભાષણે રમૂજ કરતા કહ્યું કે, "હું અહીં પક્ષની વાતો કરું છું અને પૂર્વ ધારાસભ્ય માર્કેટ જોવે છે, બોલો હવે શું કરવું?" આ મીઠી ટકોર સાંભળીને સભામાં હાજર કાર્યકરોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું અને પિયુષભાઈએ તુરંત મોબાઈલ મૂકી દીધો હતો. ચૂંટણીના ગરમાવા વચ્ચે ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ હળવી પળોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.




