VIDEO:સાબરડેરીના ભાવફેર સામે પશુપાલકોમાં ભારે રોષ!
સાબરકાંઠાની જીવાદોરી સમાન સાબરડેરીમાં ફરી એકવાર વિરોધના સૂર ઉઠ્યા છે.

સાબરકાંઠાની જીવાદોરી સમાન સાબરડેરીમાં ફરી એકવાર વિરોધના સૂર ઉઠ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકો જે ડેરી સાથે જોડાયેલા છે, તે સાબરડેરી અત્યારે વિવાદના કેન્દ્રમાં છે. ડેરી સત્તાધીશો દ્વારા ચાલુ વર્ષે પ્રતિકીલો ફેટે 1 હજાર 7 રૂપિયા લેખે વાર્ષિક ૧૫ ટકા ભાવફેર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી ૨૯મી જૂને આ રકમ પશુપાલકોના ખાતામાં જમા થવાની છે, પરંતુ આ જાહેરાત થતાં જ પશુપાલકો, ખાસ કરીને પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓઓ રોષે ભરાઈ છે. ઈડર તાલુકાના પૃથ્વીપુરા ગામમાં મહિલાઓએ એકઠા થઈને ડેરીના આ નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.... પશુપાલકોની સ્પષ્ટ માંગ છે કે મોંઘવારીને કારણે તેમને 15 ટકા નહીં, પણ ઓછામાં ઓછો ૨૨ થી ૨૫ ટકા સુધીનો ભાવફેર મળવો જોઈએ, તો જ તેમનો ખર્ચ સરભર થઈ શકે તેમ છે....




